રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 6

"ક્યારેક અંધાર તો ક્યારેક પ્રકાશમય છે.આ જિંદગીનાં રસ્તા કેટલાં રહસ્યમય છે.તાગ મેળવવો અઘરો કંઈકેટલાંય ભય છે.અદ્રશ્ય રહી દ્રશ્ય થતાં સમયે સમય છે."- મૃગતૃષ્ણા_____________________૬. સર્પ વીંટીરાત્રિના અંધકારમાં, Champ de Mars એપાર્ટમેન્ટનો સ્ટડી રૂમ જાણે કોઈ રહસ્યમય પ્રયોગશાળામાં ફેરવાઈ ગયો હતો. ટેબલ પર પિતાની ડાયરી, લુવ્રમાંથી મળેલો ચર્મપત્ર, ચાંદીની ડબ્બી, પેલી જૂની ચાવી અને સર્પ આકારની વીંટી – આ બધી વસ્તુઓ એક અદ્રશ્ય કડીથી જોડાયેલી હતી, જે સૅમને એના પરિવારના ભૂતકાળ અને એક પ્રાચીન રહસ્ય તરફ દોરી રહી હતી."સર્પની આંખો જ્યાં પથ્થરના રક્ષકને જુએ છે..." વ્યોમ રૉય આ પંક્તિ વારંવાર મનમાં બોલી રહ્યા હતા. "પેરિસમાં પથ્થરના રક્ષકો તો ઘણા છે. નોત્રે ડેમના ગાર્ગોઈલ્સ,