રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 5

"નક્કી આ પ્રારબ્ધ જ છે,જ્યાં કેડી નથી ત્યાં રસ્તા ખૂલે છે,ઘનઘોરમાં પણ ભાનુ ઉગે છે.માત્ર ધગશ ને વિશ્વાસ જરૂરી છે, જો હામ હોય તો પથ્થરમાય ફૂલો ખીલે છે."- મૃગતૃષ્ણા ____________________૫. લુવ્ર મ્યુઝિયમબીજી સવારનો સૂર્ય પેરિસ પર એની સોનેરી આભા પાથરી રહ્યો હતો, પણ સૅમ અને વ્યોમ રૉયના મનમાં એક અજંપાભરી ઉત્તેજના હતી. નાસ્તો પણ માંડ ગળે ઉતર્યો. એમના મનમાં ગઈ રાત્રે વાંચેલી ડાયરીના શબ્દો અને લુવ્ર મ્યુઝિયમમાં છુપાયેલા રહસ્યના વિચારો ઘુમરાઈ રહ્યા હતા."આપણે કયા સમયે નીકળીશું?" સૅમે પૂછ્યું, એનો અવાજ સામાન્ય કરતાં થોડો વધુ ગંભીર હતો."મ્યુઝિયમ ખૂલતાંની સાથે જ. ભીડ ઓછી હશે, અને આપણે શાંતિથી આપણું કામ કરી શકીશું," વ્યોમ