રૂપ લલના - 2.1

અબે યાર ઈન મચ્છરો ને તો જીના હરામ કર રખ્ખા હે.... ઇન્સાન કમ ખૂન ચૂસતા હે કી અબ તુમ લોગ ભી ઇધર લાઈન મે લગ ગયે હો......       ત્રીસેક વર્ષ ની એક સ્ત્રી નેશનલ હાઇવે રોડ ની સાઈડમાં એક ઝાંખા પ્રકાશ વાળા પોલ નીચે ઊભી ઊભી મચ્છર ને પોતાના બે હાથની હથેળી વચ્ચે ટાર્ગેટ કરતાં કરતાં પોતાની સાથેજ ગણગણી રહી છે.        સુંદર સુડોળ શરીર , ચહેરો પણ સુંદર ગોળ, સરસ મજાની અણિયાળી આંખો, કાળા ભમ્મર વાંકડિયા ખભા થી નીચે સુધી આવતા ખુલ્લા વાળ, ગોળાકાર હોઠ અને તેની ઉપર કરેલી ડાર્ક રેડ લિપસ્ટિક. ચહેરો ખુબજ સુંદર છે ,