સરકારી પ્રેમ ભાગ-૨"જો મિત્ર જેટલી પણ મોટી મોટી ક્રાંતિ ઈતિહાસમાં આવી છે એ બધી કોઈ ન કોઈ કાફેથી જ શરૂ થઈ છે. ફ્રેન્ચ ક્રાંતિ કે રશિયા ની ક્રાંતિ વિષે તો જાણતા જ હશો." સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે."શું સર મજાક કરો છો?ચા પીવા માટે તમને બહાના જોઈએ જ." મધુકર મોહન અર્થ સમજી જાય છે.સ્ટેશન ની બહાર નીકળતા જ રેલવે કેન્ટીન હતી. અંહી વ્યાજબી ભાવે જમવાનું તથા ચા પાણી મળી રહેતું. છેલ્લા ચાર મહિનાથી તો મધુકર મોહન રાત્રે અંહી જ જમવાનું કરતો. "શું સર ઉદાસ છો?" કેન્ટીન નો નાનો રઘુ મધુકર મોહન ને જોઈ પુછે છે."અરે.. રસ્તોગી સર માટે ચા અને મને