કોલેજમાં વિદાય ફંકશનના દિવસે બધા રૂમો અને ખૂબ જ સુંદર રીતે શણગાર્યા હતા. તેમા વિવિધ જાતના તોરણો ડિઝાઇનો અને ક્યાંક ક્યાંક સારું લાગે એ માટે પ્લાસ્ટિકના ફૂલોનો પણ ઉપયોગ કર્યો હતો અને જે બીજા પ્લાસ્ટિકના ફુલો વધ્યા હતા, તેને મહેમાનોના સ્વાગત માટે સાચવી રાખ્યા હતા.વિદાય ના છેલ્લા દિવસે કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન થઇ રહ્યું હતું. જેમાં કેટલાક ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવી મહેમાનો દ્વારા તેમના સન્માનિત કરવામાં આવી રહ્યા હતા. એમાં એક અતિ મહત્વનું નામ હતું "આરવ". કોલેજનો ખૂબ તેજસ્વી અને હોશિયાર વિદ્યાર્થી. અલગ અલગ કલા ક્ષેત્રોમાં પોતાનું નાનું મોટું નામ બનાવવાની કોશિશ કરતો 21 વર્ષનો નવયુવાન. જ્યારે જ્યારે