29. હલ્લાબોલ..આમ ઓચિંતું મે ડે એટલે મુશ્કેલીમાં છીએ, ઉગારો એવો મેસેજ ક્યાંક પહોંચ્યો. હવે ઈશ્વર પર શ્રદ્ધા. અમે બેટરી ચાર્જ થવા દીધી અને પ્લેનમાં ખાવા પીવા કશું જ ન હતું એટલે ફરીથી લટકીને પહેલાં હું કૂદ્યો, એના પગ પકડી મેં એને ઉતારી.હવે મને એને સાવ નગ્ન જોઈ સંકોચ થયો. અમારાં કટીવસ્ત્રો કે જે કહો તે, દરિયાઈ વંટોળમાં ઉંચકાયા ત્યારે તણાઈ ગયેલાં. મેં પેલું કેળ જેવું લાંબું પાન લઈ એમાં નર્સ ની ડોક જેટલું કાણું પાડી એને પહેરાવી દીધું. જાણે લીલો એપ્રોન.એણે એની આવડત મુજબ એ વડ કમ ખાખરા જેવાં મોટાં પાન આસપાસ વડવાઈ જેવાં મૂળના છેડા તોડી સળીની જેમ પરોવી