મમ્મીની ઇચ્છા તો ન હતી કે હું હોસ્પિટલ થી સીધી આપણા ઘરે આવું પણ મેં ના પાડી દીધી હતી કે હું મારા ઘરે નહીં જાઉં. અને હું દિકરીને લઈને સીધી આપણા ઘરે જ આવી. મને કમને પણ મમ્મીએ મારો એ નિર્ણય માનવો પડ્યો. આમ પણ મમ્મી મને કંઈ કામ કરવા તો દેતા જ ન હતા એટલે મને આરામ ન મળે એવું તો હતું નહીં. જે દિવસે હોસ્પિટલથી આવી એ જ દિવસે રાતે મમ્મીએ આપણા દિકરાને કહ્યું કે હવે તું રાતે મમ્મી સાથે ન સૂતો. એકલો સૂઈ જા. મને મમ્મીની એ વાત જરા પણ ન ગમી. આજ સુધી દિકરો મારા વગર