સોના છીપમાં થોડી જ ક્ષણો માટે સ્મિતા બેન દેખાયા અને પછી અદ્રશ્ય થઈ ગયા, મુકુલ ની આંખ માંથી આંસુ ઓનો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. એ કોઈ પણ ભોગે એની મમ્મી પાસે પહોંચવા માંગતો હતો. મુકુલ ની આંખો માંથી વહેતા એક એક આંસુ જાણે મીનાક્ષી ને વિનંતી કરી રહ્યા હતા કે મને મારા મમ્મી સુધી પહોંચાડી દે. મુકુલ ની વ્યથા એ મીનાક્ષી ને પણ વ્યથિત કરી દીધી, એની આંખ માંથી પણ આંસુ ટપકવા લાગ્યા. પોતાની માં થી દુર થવાનું દુઃખ શું હોય છે એના થી મીનાક્ષી પરિચિત હતી. મીનાક્ષી ને એના બાળપણ ના દિવસો યાદ આવી ગયા. મીનાક્ષી