ભાષાશાસ્ત્રને આમ તો મોટાભાગે શુષ્ક વિષય ગણવામાં આવતો હોય છે પણ તેની કામગિરી ખરેખર રસપ્રદ હોય છે.ખાસ કરીને આપણે રોજબરોજનાં જીવનમાં કોમ્યુનિકેશન માટે જ્યારે શબ્દોનો ઉપયોગ કરતા હોઇએ છીએ ત્યારે આપણને તે શબ્દોનો ઇતિહાસ ખબર હોતી નથી આજે આપણે જે અર્થમાં અમુક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તેનો મુળ અર્થ અને ઉપયોગ કંઇક અલગ જ હતો અને તે સમય જતા બદલાઇને અલગ જ રૂપ ધારણ કરી રહેતો હોવાનું માલુમ પડ્યું છે.અંગ્રેજી આમ તો વિશ્વમાં સૌથી વધારે વપરાતી ભાષા ગણાવી શકાય.અમેરિકા અને બ્રિટનને કારણે આ ભાષા વિશ્વનાં અન્ય દેશોમાં પહોચી હતી ખાસ કરીને અંગ્રેજી શાસન દરમિયાન આ ભાષા તેના દ્વારા શાસિત ઘણાં