જિનિયસ વૈજ્ઞાનિકોનાં છબરડા

મહાન વૈજ્ઞાનિકોએ માનવજાત પર ઘણાં ઉપકાર કરેલા છે અને તેમની એ કામગિરી બદલ તેમને સર્વોચ્ચ માન સન્માન પણ મળે છે પણ એ પણ વાસ્તવિકતા છે કે તેઓ પણ આપણાં જેવા જ સામાન્ય માનવીઓ હતા અને તે કારણે તેમણે પણ ઘણી ભૂલો કરી હતી જેને આજે આપણે નજરઅંદાજ કરી ચુક્યા છે પણ તેમણે કરેલી એ ભૂલો અંગે આપણને જાણ હોવી પણ જરૂરી છે.નિકોલા ટેસ્લા માનવજાતના ઇતિહાસમાં સૌથી બુદ્ધિશાળી માનવ ગણાવી શકાય તેટલા જિનિયસ હતા જેમની શોધોએ આધુનિક જગતને ઘણી સુવિધાઓ આપી છે.જો કે તેઓ પણ સનકી હતા.ખાસ કરીને તેમના જીવનનાં પાછલા વર્ષોમાં તેમણે ઘણાં સનકી કામો કર્યા હતા.તેમણે ધરતીકંપ મશીન અને