અલી એ જંપલી, ઊઠ. કંઈ હુધી તું ઘોરતી રૈશ, બાપ.', મંગીનો અવાજ નાનકડી ઝૂંપડીનાં બધાં ખૂણાને ઝંઝોડી ગયો પણ જંપલીની નીંદરમાં જરાય ખલેલ ન પડી. એ તો એયને મસ્તીની નીંદર માણતી હતી. ફાગણી અમાસની અંધારી રાતેય એનું મોં નાળિયેરનાં પાંદડાંથી છાયેલ છતમાં પડેલ બાકોરામાંથી આવતાં સરકારી લાઈટનાં પ્રકાશે ચમકતું હતું.મંગી જંપલીના નામનો જાપ કરતીકરતી વચ્ચે બબડી ઊઠી, 'આ લાઈટોય તે પંદર દા'ડા પે'લાં કાં' ઉતી? આ તો ભલું થજો આ પરકમ્મા કરનારાંનું. છેક શે'રનાં અજવાળેથી આંય ઉતરી પડે મા નરબદાનો મયમાં ગાવા.'દસ બાય સાતની એ તૂટેલ ઝૂંપડીમાં એ એક ખૂણે ચા નું પાણી ગરમ કરતાં, હાંફતાં સૂરે અટક્યા વિના જ