અતીત

 અમદાવાદ શહેરના એક પોશ વિસ્તારના એક કેફેમાં આજે વર્ષો પછી રોશની અને સૂરજની ફરી મુલાકાત થઈ હતી. આ મુલાકાતનું સ્થળ બંને માટે અજાણ્યું ન હતું છતાં બન્નેના હૃદય વાતચીત કરતાં કરતાં ધબકારો ચૂકી જતાં હતાં.          સૂરજ અત્યારે શહેરમાં એક પ્રાઇવેટ કંપનીમા મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. જ્યારે રોશની એક ગર્ભશ્રીમંત પરિવાર ઉછરેલી પિતાની એક પ્રાઇવેટ ફર્મ સંભાળતી હતી.             એક સમયે એકબીજા વગર સહેજ પણ રહી ન શકે તેવી આ જોડી અત્યારે એકબીજાથી નજર છુપાવી રહી હતી. પાંચ વર્ષ પછી આ મુલાકાત તેમનાં જીવનમાં નવા વળાંક લઈને આવી હતી. લગભગ દસ વર્ષ