લેપાક્ષી મંદિરઆ જગ્યા આમ તો આંધ્રપ્રદેશમાં સત્યસાઈ જિલ્લામાં આવેલી છે પણ બેંગલોરથી માત્ર દોઢ કલાકના અંતરે છે. હું કાર દ્વારા બેંગલોરથી ત્યાં ગયેલો. બેંગલોર શહેરની નવી બાઉન્ડ્રી થી તો માત્ર 50 કે 52 કિમી થાય.આ જગ્યા છઠ્ઠી સદીમાં બંધાયેલ વિરભદ્ર નામના શિવમંદિર માટે અને જટાયુ પક્ષીની રાવણ સાથે લડાઈ અને તેનું પ્રભુ રામ ને દિશા બતાવી મૃત્યુ થયેલું તે પર્વત માટે જાણીતી છે.મુખ્ય વિરભદ્ર મંદિર, કહ્યું તેમ છઠ્ઠી સદીમાં બંધાયું હોઈ એ વખતની સુંદર કોતરણીઓ વાળું છે જેમાં શિવજીની વિવિધ કથાઓ ના પ્રસંગો દર્શાવેલ છે. મંદિરમાં જવા નીચે પગરખાં ઉતારી આશરે સો પગથિયાં ચડવાં પડે છે. આગળ પથ્થરનું બનેલું મોટું