મસ્તી 4- રાકેશ ઠક્કર ફિલ્મ ‘મસ્તી 4' જોવી એ મનોરંજન નથી પણ એક એવી સજા છે જે છેલ્લી ખરાબ ફિલ્મ જોવાના ભૂતકાળની યાદ અપાવે છે. હવે એવું લાગે છે કે આ ત્રણ ભૂલાયેલા મિત્રોની વાર્તા નથી પણ ચાર કંટાળી ગયેલા નિર્માતાઓની મજબૂરી છે! ત્રણ મિનિટનું ટ્રેલર સહન કરી શકાય એવું ન હતું તો ફિલ્મ તો કેવી રીતે કરી શકાય? અને આટલી ખરાબ ફિલ્મ હશે એની કોઈને કલ્પના ન હતી. ફિલ્મને એટલા બધા ચાબખા મારવામાં આવી રહ્યા છે કે જેટલા એમાં જોક્સ નહીં હોય! ‘મસ્તી ૪' એ એક એવું કડવું સત્ય છે કે દરેક ફ્રેન્ચાઇઝીને સમયસર સન્માનજનક નિવૃત્તિ આપી દેવી જોઈએ. એડલ્ટ