ડૉ. સુમનને જોઈને અનુરાધાને રાહત થઈ કે, બાળકીની ચોક્કસ સ્થિતિ હવે જાણવા મળશે. ડૉ. સુમન અનુરાધાના ખંભાપર હાથ મૂકી આશ્વાશન આપતા ICU રૂમમાં બધા દર્દીઓને જોવા માટે ગયા હતા. અનુરાધાનું મન ખુબ વિચલિત હતું. વળી, અજાણતાં જ ભૂતકાળમાં થયેલ ડોકિયું એને વધુ દુઃખ આપી રહ્યું હતું, તેમ છતાં એ પોતાના મન પર અંકુશ જાળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.ડૉ. સુમન થોડીવાર પછી બહાર આવ્યા અને અનુરાધાના ચહેરા પરથી એની મનઃસ્થિતિ સમજીને બોલ્યા, "અનુરાધા તમે મારા ચેમ્બરમાં આવો આપણે ત્યાં શાંતિથી વાત કરીએ."અનુરાધાએ એમની વાત સાંભળી અને તરત એમની સાથે ચેમ્બર તરફ વળ્યાં હતા. ત્યાં પહોંચીને ડૉ. સુમન બોલ્યા, "જો અનુરાધા! એ