ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 55શિર્ષક:- જૈનદર્શનનું અધ્યયનલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 55..." જૈનદર્શનનું અધ્યયન" કાશીવાસ સમયે મારો બધો સમય ભણવા-ભણાવવામાં વ્યતીત થતો. બે-ત્રણ વર્ષ સંન્યાસી મઠોમાં રહીને, ટેકરા મઠમાં હું સ્વતંત્ર રહેતો થયો, હું જાણતો હતો કે મારા વિચારો આ લોકોથી જુદા પડે છે, ભવિષ્યમાં કોઈ એમ ન કહી જાય કે “અમારા મઠમાં રહીને અમારા જ વિરુદ્ધ બોલો છો.” એટલે મારે સ્વતંત્ર રહીને અધ્યયન કરવું એવો મારો નિર્ણય હતો. પૂજ્વ ગુરુદેવને આ વાત સમજાવતાં થોડો સમય લાગ્યો. અંતે તેઓ પણ સંમત થયા કે ભલે તારી ઇચ્છા હોય તો સ્વતંત્ર રહે.ટેકરા મઠ,