ભૂલ છે કે નહીં ? - ભાગ 90

ફોઈએ કહ્યું ઘર ખાલી કરાવવા તું આવજે. પણ મારી પ્રેગ્નન્સીના કારણે મેં ના પાડી કે હું સામાન પેક કરાવી આપું પણ સામાન ચઢાવવા ઉતારવાનું કામ ન કરી શકું. એટલે એમણે બાજુવાળા કાકીને બોલાવ્યા હતા પણ એમ ન કહ્યું કે તારી મમ્મીને મોકલજે. અને જ્યારે ઘર ખાલી કર્યું ત્યારે એમણે તમને બોલાવ્યા હતા અને ત્રણ પેટીઓ હતી એ આપણા ઘરે મુકાવવાની અને હીંચકા વગેરે જે સારો સામાન હતો એ બાજુમાં કાકાને ત્યાં આપવાનો એમ કહ્યું હતું. તમને એ સમયે પણ ખરાબ લાગ્યું હતું કે કાકાને ત્યાં તો હીંચકો, કબાટ બધું જ છે તો ફોઈએ એમ કેમ ન કહ્યું કે તારા ઘરે