જીવન પથ ભાગ-39

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૯            ‘તમારી 'ના' (No) ક્યાંક બીજે તમારા 'હા' (Yes) જેટલી જ શક્તિશાળી હોય છે.’ (Your 'No' is as powerful as your 'Yes' somewhere else) – નમન શાહ (આજના સમયના વિચારક)     આપણે બધા અજાણ્યે 'સુપરમેન' કે 'સુપરવુમન' બનવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણને લાગે છે કે જો આપણે બધે હાજર રહીશું, બધાના ફોન ઉપાડીશું અને દરેક આમંત્રણ સ્વીકારીશું તો જ આપણે લોકપ્રિય બનીશું.        પરંતુ જરા વિચારો: જો તમે હંમેશાં બીજાના બગીચામાં પાણી પાવા માટે દોડાદોડ કરશો તો તમારા પોતાના બગીચાના ફૂલો ક્યારે ખીલશે?        તમારું 'ના' એ તમારા સમય અને શક્તિનો 'ગાર્ડ' છે. જ્યારે તમે કોઈ બિનજરૂરી વસ્તુને 'ના' કહો છો ત્યારે તમે ખરેખર ઊભા રહીને તમારા મુખ્ય હેતુને કહો છો,