અસ્તિત્વ - 2

ડોક્ટર સુમને એ બાળકીની પરિસ્થિતિ અનુરાધાને જણાવી. એ બાળકી ક્યારેય માતા બનવાનું સૌભાગ્ય માણી શકશે નહીં એ જાણીને એ ખૂબ દુઃખી થઈ ગયા. ડોક્ટર સુમનના એક એક શબ્દ વારંવાર એના મનમાં ગુંજવા લાગ્યા. તેઓ એ અજાણી બાળકી માટે અનન્ય લાગણી અનુભવવા લાગ્યા. એના મનમાં એક અદ્રશ્ય ખેંચાણ એ બાળકી માટે સહાનુભૂતિ જન્માવી રહ્યું હતું. એમની ધ્યાન વિરુદ્ધ આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી! ડોક્ટર સુમને એમને હિંમત રાખવા કહ્યું, અને તેઓ ફરી એમના કામમાં વળગી પડ્યા.અનુરાધા બાંકડા પર બેઠા ખૂબ ઊંડા વિચારોમાં સરી ગયા. એમને ચિંતિત જોઈને કલ્પ એમની પાસે ગયો અને બોલ્યો, "તમે દુઃખી ન થાવ! એ બાળકીને અવશ્ય સારું