શાળા શરૂ થઈ એ જ અરસામાં તમારા બા જે શહેરમાં રહેતા હતા તે બિમાર થયા અને મમ્મીએ ત્યાં રહેવા જવું પડ્યું. એટલે મારી દોડધામ થોડી વધી ગઈ. કામ જાતે કરીએ એટલે મારે સવારે વહેલું કામ પતાવીને જવું પડતું અને બાકીનું કામ આવીને કરવું પડતું. પણ હું ધીરે ધીરે કરી દેતી હતી. મારી પ્રેગ્નન્સી હતી છતાં તમે કે મમ્મીએ એમ ન કહ્યું કે આવી પરિસ્થિતિમાં તું કેવી રીતે પહોંચી વળશે એક કામવાળી રાખી લઈએ. તમે બંને જણા એમ જ કહેતા કે કામવાળી કંઈ સારું કામ નહીં કરે. એના કરતાં જાતે જ કરી લેવાનું. હું ધીરે ધીરે બધું જ કરી લેતી. બા