સ્નેહ ની ઝલક - 7

સ્વપ્ન અને હકીકત નો સામનો 1૧૯૮૦નું તે નિર્દોષ અને સોનેરી દાયકો. સોસાયટીના જૂના મકાનોમાં સાંજ પડતા દીવડા ઝળહળતા. એ જ સોસાયટીમાં સામસામાં ઘરોમાં રહેતા હતા અર્પિત અને રુદ્રા બાળપણથી એકબીજાને જોવા વાળા, પણ હૃદયની અંદર ક્યાંક કોઈ અજાણ્યો નરમ રંગ ધીમે ધીમે ચઢતો હતો.તે સમયમાં છોકરીઓ ફુલકાઝળી અને સોળ સોમવાર એવા અનેક વ્રતો કરતી, અને ત્યારે સોસાયટીમાં રાત્રે જાગરણનો રંગ જ આગવો રહેતો હતો. શાંત ચાંદનીમાં છોકરીઓ તથા છોકરા ઓ તેમજ સોસાયટી ની અમુક સ્ત્રી ઓ ના ગીતો અંતાક્ષરી માં ગુંજતા અને બાળકોની તથા તેમાં જોડાતા અમુક મોટા લોકો ની રમતોમાં હાસ્યની છાંટા છૂટતી.એ જ રમતોમાં આગવી રમત એટલે સાત