જીવ માત્ર સુખને ખોળે છે. પણ ઘડીવાર આનંદ મળતો નથી. લગ્નમાં, સિનેમા જોવા કે નાટકમાં જાય, પણ વળી પાછું દુઃખ આવે છે. એટલે પછી તે કાયમનું સુખ, શાશ્વત સુખ ખોળે છે. મનુષ્ય “સુખ આમાંથી આવશે, આમાંથી આવશે, આ વસ્તુ લઉં, આમ કરું, બંગલો બંધાવું તો સુખ આવશે, ગાડી લઉં તો સુખ આવશે.” એમ કર્યા કરે છે પણ કશું આવતું નથી. ઊલટું વધારે ને વધારે સંસારી જંજાળોમાં ગૂંચાય છે. આખી દુનિયા સુખ મેળવવાના સાધનો જેમ કે પૈસા, કીર્તિ, સગવડો મેળવવા માટે દોટ મૂકે છે. પણ મનુષ્ય જીવનનો અંતિમ ધ્યેય શું એ કોઈને ખબર નથી. મનુષ્ય જીવનનો ધ્યેય મોક્ષે જવાનો હોવો જોઈએ. મોક્ષ