થોડા દાયકાઓ તમને સૌને પાછળ લઇ જાઉ. આજે જયારે તમે મારા શબ્દો ને સથવારે ચાલ્યા જ છો તો થોડુ ભૂતકાળમાં પણ ડોકિયું કરાવી જ લઉં.ઍ લગભગ 1987 કે 1988 ના સમયની વાત છે. ઍ સમયે કોઈક કોઈક સંપન્ન વ્યક્તિ ને ત્યાં જ લેન્ડ લઈન ફોન હતા. અને શેરી માં જેમને ત્યાં ફોન હતા ઍ સાર્વજનિક જેવા હતા. P. P તરીકે પાડોશી ના ફોન નંબર લગભગ સગાવહાલા પોતાની ફોન ડાયરી માં લખી રાખતા. અને ગમે ત્યારે ફોન આવે ત્યારે મોઢું ચડાવ્યા વિના લોકો શેરી ના છેડે પણ એકબીજાને બોલવા જતા. ઍ જાણે ગર્વ લેવા જેવી બાબતો હતી. પગાર ટૂંકા પણ મન