સ્નેહ ની ઝલક - 6

(13)
  • 96
  • 13

સલીમ અનારકલીથી કિશોર કુમાર સુધી મધુબાલાની અધૂરી પરંતુ અમર સફરબોમ્બેની વરસાદી સાંજ હતી, 1951ની. ફિલ્મ સિટીના સેટ પર વરસાદના ધોધમાર ઝાપટા પડી રહ્યા હતા. લાઇટબૉય્સ ભીંજાતા હતા, કેમેરા કવરમાં છુપાયો હતો, અને દિગ્દર્શક બૂમો પાડી રહ્યા હતા. એ જ વખતે એક યુવાન છોકરી ચૂપચાપ ઊભી હતી, જેની આંખોમાં સમુદ્રની લહેરો રમતી હતી. તેનું નામ હતું મધુબાલા. અને તેની સામે એક ઝાડ નીચે ઊભા હતા ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર જેમની આંખોમાં કંઈક એવું હતું જે કોઈ સ્ક્રિપ્ટમાં લખાયું નહોતું.દૂરથી રેડિયો પર ગીત વાગી રહ્યું હતું “સીને મેં સુલગતે હૈ અરમાન…” દિલીપે ધીમેથી ગણગણવા માંડ્યું. મધુબાલા હસી. “આ ગીત તો આપણી ફિલ્મ