પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 2

પ્રકરણ ૨: યશની કારકિર્દી: સંઘર્ષ અને સફરની ગાથા યશે સિવિલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. આ પ્રવેશ મેળવવા પાછળની મહેનત સામાન્ય નહોતી; ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સના બે વર્ષ તેના માટે ખરી તપસ્યા સમાન હતા. જ્યારે તેના મિત્રો મોજ-મસ્તીમાં કે હરવા-ફરવા જવામાં ધ્યાન આપતા, ત્યારે યશે પોતાના લક્ષ્ય તરફ નજર રાખી. તેણે પોતાના પુસ્તકો સાથે મિત્રતા બાંધી દીધી અને હંમેશા તેમાં જ ખોવાયેલો રહેતો.તેણે રાતોની ઊંઘ અને દિવસનો આરામ છોડી દીધો. સારા માર્ક્સ લાવવા માટે, તેણે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસ રાખ્યા. તે જાણતો હતો કે આ ખર્ચ પરિવાર માટે મુશ્કેલ છે, તેથી તેણે પોતાના તમામ શોખ, નાની-મોટી ઈચ્છાઓ અને મિત્રો સાથેની મોજ-મસ્તીને બાજુ