ભૂલ છે કે નહીં ? - ભાગ 88

થોડા દિવસ મારી શાળા ચાલુ રહી. પણ મારી તબિયત સારી રહેતી ન હતી. મને થાક લાગતો હતો આખો દિવસ સૂઈ રહેવાનું મન થતું પણ શાળાએ તો જવું જ પડતું. પછી દરેક વર્ગના રિઝલ્ટ અપાય ગયા એટલે મને પણ વેકેશન મળી ગયું. વેકેશન પડ્યું એટલે આપણે પહેલાં થાઈરોઇડ વાળા ડોકટર પાસે ગયા કારણ કે દવા લેવા છતાં મને સારું લાગતું ન હતું. એટલે કદાચ થાઇરોઇડ ચેક કરાવવાનો હશે એમ સમજી ત્યાં ગયા. એમણે બધા ટેસ્ટ કરાવ્યા અને પછી કહ્યું કે આને ભગવાન નો ચમત્કાર જ ગણાય કે તમે ફરી મા બનવાના છો. આ સાંભળીને મને તો એકદમ જ નવાઈ લાગી કારણકે