27. કાળજીઆટલે દૂર કોણ હોય? મેં એને મારી તરફ ખેંચી લીધી. સાપે અમને જોઈ જોરદાર ફુંફાડો માર્યો. અમે દૂર હટી જઈ ઊભી ગયાં. ત્યાં વહેણમાં દેડકા જેવું કશુંક નાનું પ્રાણી પસાર થયું. એકદમ નર્સ કૂદી અને દેડકાને પકડી સાપ પર ફેંક્યો. એ દેડકો પકડી મોંમાં લઈ નીચે ઉતર્યો અને સડસડાટ એ વહેણમાં બીજા દેડકા કે એવું હોય તો ગોતવા ચાલ્યો ગયો. સાપને હવે કશું મળ્યું નહીં તે ઊલટો પ્લેન પાસે જવા અમે મૂળિયું ફેંકેલું ત્યાં જ બેસી ગયો! તે જલ્દી જતો ન હતો. એ તણાઈ આવેલ ઝાડની વળી એક ડાળી તોડી અમે થવાય એટલા લાંબા થઈ સાપની પૂંછડી પર હળવેથી અડાડી.