મીનાક્ષી ના હાથમાં રહેલ સોનેરી છીપ માંથી નીકળતા પ્રકાશથી મુકુલ ની આંખો અંજાઈ ગઈ,એની આંખો સામે અંધકાર છવાઈ ગયો. મીનાક્ષીએ તે છીપ ને સૈયા ઉપર મૂકી પોતાના બે હાથ થી ઢાંકી દીધું પણ એની આંગળીઓ વચ્ચે ની જગ્યા માંથી પ્રકાશ હજુ પણ આવી રહ્યો હતો. આ શું છે રાજકુમારી મીનાક્ષી? અને એમાંથી આટલી બધી રોશની કેમ નીકળી રહી છે? એવું લાગે છે કે જાણે તમારા હાથમાં પૂર્ણિમા નો પૂર્ણ ચંદ્ર છે અને એનો જે પ્રકાશ આખા જગત માં અંધારી રાતમાં અજવાશ આપે છે એ ફક્ત અહીં લાવી દેવાયો છે. આ સોના છીપ છે. આ અમારા