એકાંત - 121

(378)
  • 862
  • 465

આધેડ ગ્રાહકોની ભીડ ઓછી થઈ ગયા પછી પોતાના માટે પાન માંગ્યું. રાજે કશું બોલ્યાં વિના એમણે જેટલાં પાનની માગણી કરી, એટલાં પાન આપી દીધાં. રાજનો મૂડ સાવ બગડી ગયો હતો. એનું મેઈન કારણ હંસા શહેરમાં ભણવા જતી રહી એ હતું. પહેલી વાર હંસાને મળ્યાં પછી બીજીવાર હંસાને મળવાની ઈચ્છા મનમાં જ રહી ગઈ હતી. રાજની સાંજ કેવી ગઈ ? એ એનું મન જાણતું હતું. સાંજ પૂરી ગઈ અને રાત મોટાં પગલાં ભરતી આવતી હતી. રાજે એના ઘર તરફ જવા માટે નીકળી ગયો. બાઈક ચલાવતા રાજને બસ હંસાના જ વિચારો આવવાના ચાલુ થઈ ગયાં. એની બોલતી આંખો અને એના ફડફડ થતાં હોઠ