૧૮૬૦થી ૧૯૭૦નાં ગાળાને આધુનિક સમયગાળો ગણાવવામાં આવે છે.૧૯૭૦ પછીનાં ગાળાને આમ તો અનુઆધુનિક ગાળો ગણાવવામાં આવતો હોય છે.ચિત્રકલા આમ તો આપણી સૌપ્રથમ કલાનું રૂપ છે કારણકે આપણાં પુર્વજો જ્યારે ગુફાઓમાં રહેતા હતા ત્યારે તેમણે પણ પોતાનાં મનોભાાવોને વ્યક્ત કરવા માટે તેનો જ સહારો લીધો હતો.આજે પણ તેના નમુના ઘણી ગુફાઓમાં જોવા મળે છે ત્યારબાદ જ્યારે રાજાશાહીનો યુગ ચરમસીમાએ હતો ત્યારે મોટાભાગનાં દરબારોમાં ચિત્રકારોને સ્થાન અપાતું હતું જે શાહી ચિત્રકારો ગણાતા હતા જેમના કારણે આપણને કેટલાક પ્રાચીનકાળનાં દસ્તાવેજો પ્રાપ્ત થયા છે.જો કે આધુનિક ચિત્રકલાનાં ચિત્રકારોએ એ પુરાણી શૈલીનો વિરોધ કર્યો હતો અને વાસ્તવને દર્શાવવા માટે અલગ જ શૈલીનો ઉપયોગ શરૂ કર્યો