આહીરનાં દિકરાની સામે યુદ્ધમાં વિજય થવું હોય તો પીઠ પાછળ જ ઘા કરવા પડે. યદુવંશી ક્ષત્રિય સમાજ વીર દેદામલ ગોહિલની વીરતા ભરી કહાની આપ સમક્ષ મુકવી છે. આજ પણ કુંવારી કન્યાઓ દેદામલ આહીરની વીરતા પર અષાઢી બીજનાં દિવસે અશ્રુભીની શ્રધાંજલિ આપતાં દેદો કુટે છે.આપા દેદામલ ગોહિલ સૌરાષ્ટ્રનાં લાઠીનાં યદુવંશી ક્ષત્રિય આહીર હતાં, જેઓ મહમદ બેગડાની સેના સામે લડીને વીરગતિને વર્યા હતા.જુનાગઢ ઉપર ચૂડાસમા રાજવંશના રાજા રા' માંડલીકે ઇ.સ. ૧૪૫૧ થી ૧૪૭૦ સુધી રાજ કર્યું. રા' માંડલીકના લગ્ન અરઠીલા(લાઠી)ના રાજા દુદાજીની કુંવરી સાથે થયા હતા. રા' માંડલીકને તેમના સસરા દુદાજી સાથે વાંધો પડતા થયેલ લડાઈમાં દુદાજી મરાતા અરઠીલા ધણી વગરનું થઈ