અનુરાધા મુશળધાર વરસાદમાં ખૂબ ઝડપથી ગાડી ચલાવતી વરસાદને ચીરતી સંજીવની હોસ્પિટલ પર પહોંચી. ખુબ ગભરાયેલ અને હાંફતી સીધી ઇમર્જન્સી વોર્ડ તરફ દોડી હતી. "અરે અનુરાધા! અત્યારે કેમ ફરી અહીં આવ્યા? શું થયું તબિયત તો ઠીક છે ને? કેમ આટલા બધા ગભરાયેલ દેખાઈ રહ્યા છો?" એક જ શ્વાસે કલ્પ પૂછવા લાગ્યો."અરે અત્યારે કોઈ જ પ્રશ્ન ન કર. તું ઝડપથી સ્ટ્રેચર લઈને મારી ગાડી સુધી જા અને તેમાં એક છોકરી ખૂબ જ ગંભીર હાલતમાં છે, એને લઈને ઝડપથી ICU રૂમમાં આવ. હું ડોક્ટરને બોલાવી રાખું છું." અનુરાધા ખૂબ ચિંતિત સ્વરે બોલતા ડોક્ટરને ફોન કરવા લાગ્યા.અનુરાધાએ ડોક્ટરને કોલ કરીને કીધું, "હું ડ્યુટી પુરી કરીને