ડિજિટલ લિટરસી

સ્માર્ટફોનની ચમક અને માનવબુદ્ધિનું અંધકારમય પતનઆજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન એક અજોડ ક્રાંતિનું પ્રતીક બનીને ઉભર્યો છે. વર્ષ ૨૦૦૭માં આઇફોન ના આગમનથી લઈને આજના અદ્યતન ૫-જી ફોન સુધી, આ ટેક્નોલોજીએ વિશ્વને હથેળીમાં સમાવી દીધું છે. શરૂઆતમાં લોકોને લાગતું હતું કે આ ઉપકરણ માનવજીવનને વધુ સ્માર્ટ, જ્ઞાનવર્ધક અને કાર્યક્ષમ બનાવશે. માહિતીનો અખૂટ ભંડાર, ત્વરિત સંચાર અને અનંત શક્યતાઓના દ્વાર ખુલશે. પરંતુ વાસ્તવિકતા તેનાથી ઊલટી સાબિત થઈ છે. સ્માર્ટફોન ના આગમન પછી લોકો વધુ સ્માર્ટ થવાને બદલે દિવસેને દિવસે અશિક્ષિત, બેવકૂફ અને આક્રોશીત બનતા જાય છે. વ્હોટ્સએપ યુનિવર્સિટી અને સોશિયલ મીડિયા યુનિવર્સિટીએ પરંપરાગત શિક્ષણનું સ્થાન લઈ લીધું છે, જ્યાં કચરો જ્ઞાન તરીકે પીરસાય