સમય જાણે થંભી ગયો.રિયા ડરના માર્યા જેમ હતી તેમ જ ઊભી રહી. કબીરનું ચપ્પુ તેની ગરદનથી ફક્ત એક ઇંચ જ દૂર હતું. અર્જુન પોતાના દરેક ધબકારાને તોફાનના ગડગડાટ જેવા અનુભવતો હતો."કબીર..... આ તું ન હોય શકે." અર્જુને ધીમા અવાજ માં કહ્યું. "તેને જવા દે."કબીર અટ્ટહાસ્ય સાથે બોલ્યો. "તને શું લાગે છે કે તું મને જાણે છે એમ? એ દિવસથી જ્યારે તે મને આખી કોલેજ સામે માર્યું હતું ત્યાર થી તું એ તાજ પહેરી ને ફરતો હતો જે મારો હતો." તેનો અવાજ ભારે થઈ ગયો. "તે મારું બધું જ છીનવી લીધું, લાયનહાર્ટ.""મેં ક્યારેય આ બધું નથી માગ્યું." અર્જુને જવાબ આપતા કહ્યું.