સ્વાતિ, આતિથ્ય અને દેવલનાં ગયાં બાદ રમીલાએ સમુ અને મનુની મદદથી રસોઈ તૈયાર કરી લીધી. હવે છ માસ સુધી તેનાં સાંજની કૉલેજનાં ક્લાસ ન હતાં. તેનાં બદલે તેણે ઇન્ટર્નશીપ ઉપર જ ધ્યાન આપવાનું હતું. તેથી આઠ વાગતાં સુધીમાં તેઓ રસોઈ બનાવી માતા-પિતાની રાહ જોતાં વાતોએ વળગ્યાં.સવા આઠ સુધીમાં બેય આવી ગયાં. આજે ભોજન તૈયાર મળતાં સવલીને પણ ખૂબ આનંદ થયો. રમીલાનાં હાથમાં જાદુ તો હતો જ. વળી, યુવાન થયેલ પોતાની દીકરીનાં હાથે બનેલ રસોઈ જમતાં સવલીને સંતોષ પણ ખૂબ જ થયો. જમતાં જમતાં તેણે દીકરીનાં ખુબ વખાણ કર્યાં અને પોતાની અને આખાંય પરિવારની જીંદગી બદલવા બદલ ખૂબ બધાં આશિષ પણ