રમીલા ત્રણેયની નજીક આવતી હતી અને તેઓએ પણ રમીલા તરફ આગળ વધવા માંડ્યું.એકદમ નજીક આવી જતાં રમીલા બોલી, "અરે! મને એમ કે તમે બધાં કેબીન આગળ કે બેઝમેન્ટમાં મારી રાહ જોશો. પછી તમને ન જોતાં મેં ઉપર પ્યુન અંકલ અને નીચે વોચમેનને પૂછ્યું. તેમણે તમને જોયાં ન હતાં એટલે હું બહાર નીકળી. પણ મને ઊંડે ઊંડે લાગતું જ હતું કે તમે મળશો જરૂરથી."દેવલ બોલી ઊઠ્યો, "તને કાંઈ કામ હોય એટલે અમે ડિસ્ટર્બ કરવા માંગતાં ન હતાં. અહીં ઊભા રહીને જ તારી રાહ જોવાનું નક્કી કર્યું, જેથી મળીને જ જવાય."રમીલા બોલી," અરે! એમ મળીને થોડું જ જવાનું છે. ઘરે ફોન કરી