એક તરફ થેપલાં ખવાતાં ગયાં અને હીટર કારનું વાતાવરણ ગરમાવતું ગયું બીજી તરફ ચારેયની વાતો હળવું વાતાવરણ ખડું કરી રહી. રમીલા સાથે બેઠેલ યુવતીનું નામ સ્વાતિ હતું અને પાછળ બેઠેલ બે યુવકમાંથી એક - આતિથ્ય, તેના મામાનો દીકરો હતો. અને બીજો યુવક દેવલ આતિથ્યનો બાળપણનો મિત્ર હતો. આ ત્રણેય પહેલેથી એક જ શાળા અને કોલેજમાં ભણ્યા હોઈ તેમની વચ્ચે પાકી મિત્રતા હતી.ત્રણેય નોકરિયાત માતાપિતાનાં સંતાનો હતાં અને અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતાં પણ લોટસની રેપ્યુટેશન જોઈ તેમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેઓને અહીં ઈન્ટર્નશીપ કરવાનો મોકો મળશે. તેઓ બી. બી. એ. કરવા જ અહીં જોડાયા પછી એમ. બી.