MH 370 - 26

26. કોઈ હે?ત્યાં તો અત્યારે કદાચ કમોસમી, તડ તડ કરતાં જોરથી વરસાદનાં ફોરાં પડવા લાગ્યાં. અમે પ્લેનનો ભંગાર અજવાળામાં જોયેલો એ તરફ દોડ્યાં. કદાચ થોડે દૂર પ્લેન દેખાયું પણ ખરું પણ ત્યાં સુધીમાં તો કડાકા ભડાકા કરતો વરસાદ તૂટી પડ્યો. અહીં તો ખુલ્લું મેદાન જ હતું, ક્યાંય આશરો લેવાય એમ ન હતું.આ કમોસમી વરસાદ હોઈ દરિયા તરફથી વાવાઝોડું પણ આવ્યું. અમે ઊભી પણ શકતાં ન હતાં.  અમે  જોતજોતામાં પાણીથી નીતરી ગયાં અને પાણી ચાબખાની જેમ અમને વાગવા લાગ્યું. નજીકનું પણ દેખાતું બંધ થઈ ગયું. વીજળીના કડાકા તે  કમભાગી દિવસે મેં આકાશમાંથી જોયેલા એવા જ, ખૂબ ઊંચેથી નીચે દેખાતા હતા.ગર્જના કાન