ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 54શિર્ષક:- નિષ્ઠાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પ્રકરણઃ 54.."નિષ્ઠા" અમારી સંસ્કૃત યુનિવર્સિટીમાં કોઈ કોઈ વાર ઉત્તમ વિદ્વાનોનાં પ્રવચનો થતાં. હું પ્રથમથી જિજ્ઞાસાવૃત્તિવાળો એટલે મોટા ભાગે એવાં પ્રવચનો સાંભળવા રોકાઈ જતો. એક વાર ચાર-પાંચ જૈન મુનિઓ પ્રવચન કરવા આવ્યા. બે મુનિઓએ સુંદર પ્રવચનો કર્યાં. સભા પૂરી થઈ અને અમે સૌ વિદ્યાર્થીઓ વિદાય થયા. સાધુ વિદ્યાર્થી તરીકે અમે ત્રણ-ચાર સાધુઓ જ હતા. બાકીના બીજા વિદ્યાર્થીઓ હતા. રસ્તામાં પગપાળા જતું પેલું મુનિઓનું ટોળું સાથે થઈ ગયું. તેમનામાંના જે મુખ્ય મુનિ હતા તેમની દૃષ્ટિ મારા પર પડી, અને મને પાસે બોલાવ્યો. કહ્યું,