રાતના રાજ ચતુર્ભુજ સાથે વાત કરતો હતો, ત્યાં રાજ હંસાના વિચારોમાં ખોવાઈ ગયો હતો. પ્રવિણના પૂછાયેલા સવાલથી એ મૂઝાંઈ ગયો. "કાકા, આજે હું બહું થાકી ગયો છું. મારે સૂઈ જવુ છે." રાજ આટલી વાત કરીને કોલ ડિસકનેક્ટ કરી નાખ્યો. રાજનું આવું વર્તન આચકો પમાડે એવુ હતુ. વાત સાચી છુપાવી નહિ અને એણે જણાવી પણ નહિ. સવારે રાજ નાહીધોઈને તૈયાર થઈ ગયો. ચાય અને નાસ્તો કરીને એ ઘરની બહાર નીકળી રહ્યો હતો. એના રૂમમાં બાઈકની ચાવી અરીસાની સામેથી પકડી. એક નજર એણે અરીસા પર કરી. ગાલ પર આછી દાઢી ઊગેલી હતી. આંખો થોડીક ઊંડી જતી રહી હતી. વાળનો