સ્નેહ ની ઝલક - 5

કોલેજ સમયે વિજયનું નામ સાંભળતાં જ લોકો કહેતા, “અરે, એ તો કવિ છે!” પણ વિજય પોતે હસતો અને કહેતો, “ના રે, હું તો બસ શબ્દોનો ચાહક છું.” એની કલમમાં શબ્દો હંમેશા વહેતા, જાણે નદીનું પાણી. પણ એ પાણી કાગળ સુધી કદી પહોંચતું નહીં. દરરોજ સવારે ચા પીતાં પીતાં એ વિચારતો, “આજે તો લખીશ… એ બધી સુંદર પળો, જે જીવન એ મને આપી છે.” પણ ઓફિસનું બેગ ઊંચકીને નીકળી પડતો, અને રાતે ઘરે પાછો ફરતો ત્યારે થાકેલું શરીર અને મન બંને ઊંઘી જતા.વિજયનું ઘર શહેર ના એક શાંત વિસ્તારમાં હતું. નાનું, પણ હૂંફાળું. બારીમાંથી દેખાતું એક નાનું બગીચું, જ્યાં એની પત્ની પ્રિયા