જીવન પથ ભાગ-38

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૮             ‘સુખનો પીછો ન કરો. જ્યારે તમે કોઈ અર્થપૂર્ણ ઉદ્દેશ્ય માટે સમર્પિત થાઓ છો ત્યારે સુખ તેની આડપેદાશ તરીકે આપમેળે મળી આવે છે.’             ડૉ. વિક્ટર ફ્રેન્કલ (મનોચિકિત્સક અને Man's Search for Meaning પુસ્તકના લેખક) નો આ સુવિચાર આજના યુગ માટે એટલો પ્રસ્તુત છે, કારણ કે આજના જીવનમાં સોશિયલ મીડિયા અને જાહેરાતોને કારણે લોકો સતત ખુશ રહેવાની ફરજિયાત દોડમાં છે. તેઓ પૈસા, ખ્યાતિ કે વસ્તુઓમાં સીધું 'સુખ' શોધવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સુખ એક 'લક્ષ્ય' નથી પણ એક 'પરિણામ' છે.        ડૉ. ફ્રેન્કલ સમજાવે છે કે માનવીની મૂળભૂત જરૂરિયાત આનંદ મેળવવાની નથી પણ જીવનમાં એક હેતુ (Meaning) અને ઉદ્દેશ્ય શોધવાની છે. જ્યારે આપણી પાસે