વાક્ય પૂરું થતાં પહેલા જ મમ્મી બોલ્યા કે એમાં શું ? દિકરો ઈનામ લાવ્યો એમાં શું ? એ તો એની મમ્મીને સમય મળે એટલે તૈયારી કરાવે પણ મારી દિકરીને ક્યાં એવો સમય મળે કે એ ભાણાને કે ભાણીને કંઈ પણ તૈયારી કરાવે. એ લોકોને કોઈ આની જેમ તૈયારી કરાવે તો એ લોકો પણ ઈનામ લાવે જ. મમ્મીની આ વાતનો કોઈએ કોઈ જવાબ ન આપ્યો. બસ બધા વારાફરતી ત્યાંથી નીકળી ગયા. મમ્મીની વાત ખોટી ન હતી. પણ એકવાર મારા મનમાં વિચાર તો આવ્યો જ કે બેન તો આખો દિવસ ઘરે જ હોય છે. વળી એમને ત્યાં તો બધા જ કામ માટે