દિકરા સાથે હું ઘરે આવી. દિકરો તો ખૂબ ખુશ થતો થતો ઘરે આવ્યો ને મમ્મીને કહ્યું બા હું કંડકટર બનીને ગયો તો મને ઇનામ આપ્યું. એને હજી હરીફાઈ શબ્દનો અર્થ ખબર ન હતી. બસ એમ જ કે હું કંડકટર બનીને ગયો ને મને ઈનામ આપ્યું. મમ્મી પણ ઈનામ જોઈને ખુશ તો થયા પણ એમની ખુશી ફળિયામાં જ્યારે દિકરો બધાને ઈનામ બતાવતો હતો ત્યારે ખોવાઈ ગઈ. રોજ એવું થતું કે અમે ઘરે આવીએ ત્યારે ફળિયામાં બધા જમી પરવારીને બહાર ઓટલા પર બેઠા હોય. એટલે દિકરો બધાને ઇનામ બતાવતો હતો. ને એ જ સમયે મમ્મી એમ બોલ્યા કે ઈનામ તો લાવે જ