એક સાદું ઘર, એક શાંત વાતાવરણ. પિતા વિશ્વનાથ પોતાના મૌન જગતમાં અડગ બેઠા, એક તાજુ આવેલ News પેપર હાથમાં લઈને રસપૂર્વક વાંચી રહ્યા હતા.એ જ રૂમના દીવાલ પર એક સ્ત્રીનો ફોટો છે, એના પર હાર ચડાવેલો છે કદાચ એ વિશ્વનાથની પત્ની હતી. જેને સ્વર્ગવાસી થયાના 20 એક વર્ષ થયાં હસે. બહારના ભાગમાં ઘરના ખૂણે, થોડું જૂનું પણ હંમેશા ભાવસભર લાગતું એ second-hand લાવેલું સોફા, જ્યાં "વીર" બેઠો બેઠો Youtube પર ફોટોગ્રાફીની નવી નવી ટેક્નિક્સ શીખી રહ્યો હતો – angles, lighting, composition... એકલો અને પોતાનાં વિચારોમાં ગુમ ! એને બાળપણથી જ photography નો ખુબ જ શોખ હતો. પ્રકૃતિની, લોકોની કે પોતાના