ચાંદરણા પર ચાંદલો

*વાર્તા:ચાંદરણા પર ચાંદલો*લેખન - અલ્પા ભટ્ટ પુરોહિતalpapurohit4@gmail.com©તમામ કોપીરાઈટ આરક્ષિત(લેખન-મુદ્રણ, અનુવાદ, ઓડિયો-વિડીયો) ચાર ગામનાં રસ્તા ભેગા થતા હતાં એની જમણી કોર દેવાભાઈનાં ખેતરની પડતર જમીન હતી. વર્ષોથી તેમનાં બાપદાદા જાતજાતના કીમિયા અજમાવી ચૂક્યા હતાં પણ, એક ત્યાં એક થોરિયોય ફળતો નહીં. જમીન એટલી સખત કે ન તો બાળકો ત્યાં રમવા જતાં કે ન ઢોર ત્યાં આરામ ફરમાવતાં. બીજી બિનખેતરાઉ જમીનો ઉપર પોંકનાં કેન્દ્રો થતાં કે શેરડીનાં રસનું કોલુ થતું. પણ  આ ખેતરમાં એવુંય કશું થતું નહીં. જાણે કોઈનો પગ જ ન ટકતો  ત્યાં. દેવાભાઈ અને તેમનાં ત્રણેય ભાઈઓએ આ જમીન વેચવાની ઘણી કોશિશ કરી પણ તેમની કોઈ કારી ફાવી નહીં. વર્ષો વીત્યાં ,