મેજીક માઉન્ટેઈન

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- મેજીક માઉન્ટેઈન, લોનાવલા, પૂણે.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. તારીખ:- 5 ઑકટૉબર 2025.વાર:- રવિવાર.આ દિવસ એટલે મારી શાળાનાં ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓનો પ્રવાસે ઉપડવાનો દિવસ! અમે ચાર શિક્ષકો, ટૂર ઓર્ગેનાઈઝર તરફથી બે ગાઈડ અને અમારાં 72 બાળકો - આ પ્રવાસમાં જોડાયાં હતાં. રાત્રે બરાબર સવા દસ વાગ્યે ઉપડેલી અમારી બસ બીજા દિવસે સવારે પોણા નવ વાગ્યે અમારે જે રિસોર્ટમાં જવાનું હતું ત્યાં પહોંચી. આ રિસોર્ટ લોનાવલા ખાતે આવેલ છે. સવારનો નાસ્તો સાડા નવ વાગ્યા સુધી જ હોવાથી બધાંએ પહેલાં બ્રશ કરીને ચા નાસ્તો કર્યો. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એમનાં રૂમની ચાવી આપી દેવામાં આવી કે