પ્રકાશનું પડઘો - 6

​ પ્રકરણ ૬: બદલાયેલી સમયરેખાનું પડઘો (The Echo of the Altered Timeline)​વર્ષ: ૨૩૪૦. સ્થળ: હિંદ મહાસાગર ઉપર, ઝેનોસનું અવકાશયાન.​સમયના પ્રવાહમાંની અસ્તવ્યસ્ત સફર પૂરી થઈ. ધ્રુવ, માયા અને ઝોરા 'ટાઇમ-ગેટવે' માંથી બહાર નીકળ્યા. આ અનુભવ, ભૂતકાળમાં પ્રવેશ કરવા જેટલો તીવ્ર નહોતો, પણ એક પ્રકારની શાંતિ અને સફાઈ ની લાગણી લઈને આવ્યો હતો. ધ્રુવને લાગ્યું કે તેના ખભા પરથી ૩૦૦ વર્ષ જૂના સંકટનો ભાર હળવો થઈ ગયો છે.​ઝોરાએ તેમની સામે જોયું. તેના ચહેરા પર, જે સામાન્ય રીતે ભાવનાહીન રહેતો હતો, ત્યાં સહેજ સ્મિતની રેખા હતી.​ઝોરા: "મિશન સફળ થયું. આકાશને રોકવામાં આવ્યો. ઈ-લૉકનો એપિસોડ હવે ઇતિહાસમાંથી ભૂંસાઈ ગયો છે. હવેથી, ઝેનોસ અને પૃથ્વી