પહોંચી ને ફોન કરજો

“હવે કંઈક બહાર જવાનું કરો”, આના જવાબમાં જીતુ બોલી ઉઠતો, “આપણે ક્યાંય નહીં જવું, અહીંયા જ સારું છે!” જીતુ એટલે કે જીત પ્રભાશંકર પટેલ, જે મહેસાણા જિલ્લાના ગોજારીયા નો મૂળ વતની. ગામડે સારી એવી જમીન જાગીર, તો પણ અમદાવાદના રકનપુરમાં પોતાની પત્ની આશા, ભાઈ દિનેશ અને ત્રણ વર્ષના દીકરા યશરાજ સાથે રહી પોતાની એક નાની સરખી પગરખાની દુકાન ચલાવતો. જ્યારે-જ્યારે તેના સગા સંબંધીઓ આવી વાતો જીતુને કહેતા, ને બીજા સગા સંબંધીઓના ઉદાહરણ આપતા કે જેઓ વિદેશ જઈ વસ્યા છે, ત્યારે-ત્યારે જીતુ ને તે જગ્યા અને તે પરિસ્થિતિમાંથી નાસી છૂટવાનું મન થતું. જીતુને પોતાના ગામ પ્રત્યે એટલો પ્રેમ કે જ્યારે ગામડે