અંધારાની ગલીઓમાં લાગણીઓ - 4

શીર્ષક : અંધારા ની ગલીઓમાં લાગણીઓ - 4- હિરેન પરમાર ગુપ્ત મુલાકાતજીનલના પપ્પાના દબાણનો ભાર હવે રોજ તેના હૃદયને કચડી નાખતો હતો.ઘરે મૌનનું બોજું, ઓફિસમાં દબાણ અને મનોમન ફક્ત એક નામ – પ્રદીપ.પણ એના અને પ્રદીપ વચ્ચેનો વિશ્વાસ હજી જીવતો હતો.ભલે દુનિયા સામે ન ઉભા રહી શકે,પણ હૃદય એકબીજાને બોલાવતું હતું.એક રાત્રે,જ્યારે આખું ઘર સૂઈ ગયું હતું,જીનલ ધીમે પગલે બહાર નીકળી.ઠંડી રાત, ચાંદની છત્ર જેવી.જીનલએ પ્રદીપને મેસેજ કર્યો – “મારે તને મળવું છે… આજે.”પળો પણ ન વીતી કે પ્રદીપનો જવાબ આવ્યો – “જે જગ્યા તું કહે, હું આવી જાઉં.”જીનલએ સ્થળ મોકલ્યું –તે બંનેને પહેલીવાર મળ્યા હતા એ જૂનાપુલની બાજુએનો નિર્જન દરિયો